Feb 172009
 

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।

દયા કરી દર્શન શિવ આપો

તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
હું તૌ મંદ મતિ, તમારી અકળ ગતિ, દુ:ખ કાપો ….દયા કરી દર્શન શિવ આપો

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે ચંન્દ્ર ભર્યો, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ….દયા કરી દર્શન શિવ આપો

નેતી નેતી જ્યાં વેદ વધે છે, મારૂ ચિતડું ત્યાં જાવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ….દયા કરી દર્શન શિવ આપો

હું તો એકલપંથી પ્રવાસી, છતાં મારો આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ….દયા કરી દર્શન શિવ આપો

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
મારા મનમા વસો, હ્રુદયે આવી વસો, શાંતિ સ્થાપો …દયા કરી દર્શન શિવ આપો

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો ।
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો….દયા કરી દર્શન શિવ આપો

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો

Print Friendly, PDF & Email
 Tagged with:

  4 Responses to “Shambhu Charne Padi”

  1. Jai Sairam Jyoti Ji,

    I can only contact registered users , otherwise I have no clue how to reach them. But you can always reach me using the website contact form.

    Jay

  2. Is it possible for me to download this beautiful bhajan posted in MP3 format? – શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો

    God bless you for the wonderful streaming bhajans..

    Jyoti

  3. અનોનિમસ જી ,

    મીસ્ટેક માટે માફી અને સુધારો બતાવા માટે ખુબ ખુબ ધન્યવાદ. I have corrected the mistake , thanks for letting me know.

    જય સાઇરામ,
    સાઇભક્ત જય

  4. bhai ji it is taalo maan mada, taalo garv sada
    It is excellent bhajan.Thank you for posting it.

 Leave a Reply

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

(required)

(required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.